ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ યોજનાઓ online portal ચાલે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal પર યોજનાઓ ચાલે છે, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan ચાલે છે. વધુમાં ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ e-kutirPortal પર ચાલે છે. આજે આ આર્ટિકલ દ્વારા તાજેતરમાં ikhedut પર વર્ષ ૨૦૨૩-૨૪ માટે ચાલુ કરવામાં આવેલી બાગાયતી વિભાગની  યોજનાઓની માહિતી આપીશું.




            રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ikhedut Portal પર વિવિધ પ્રકારની યોજનાઓ ચાલે છે. જેવી કે ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજનાઓ તથા બાગાયતી વિભાગ વગેરે ચાલે છે. આઈ ખેડૂત પોર્ટલ પર તાજેતરમાં વિભાગ દ્વારા બાગાયતી યોજના ગુજરાત ૨૦૨૩-૨૪ ચાલુ કરેલ છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટે ૭૪ થી વધુ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે તારીખ 31 મે સુધીમાં લાભ લેવા ખેડૂતોને અનુરોધ સરકારશ્રીએ કર્યો છે.



Highlight Point Of Bagayati Yojana List 2023

આર્ટિકલનું નામ

બાગાયતી યોજનાઓની યાદી 2023

બાગયાતી વિભાગનો ઉદ્દેશ્ય

બાગાયતી પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય

વિભાગનું નામ

કૃષિખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત

અરજી કરવાનો પ્રકાર

Online

અધિકૃત વેબસાઈટ

https://ikhedut.gujarat.gov.in/

 અરજી કરવાની છેલ્લી તારીખ

31 મે 2023



બાગાયતી યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

        Bagayati Yojana Gujarat 2023 હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે નીચેની મુજબની પાત્રતા નક્કિ થયેલી છે.

  • ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
  • નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા I khedut portal પરથી Online Arji કરવાની હોય છે.

કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ માટે સહાય

HRT-2

 યુનિટ કોસ્ટ:- રૂ. ૬,૦૦,૦૦૦/હેકટર  સહાય: સામાન્ય જાતિના ખેડુતને ૫૦% અથવા મહત્તમ રૂ. ૩,૦૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.  લાભાર્થી દિઠ આજીવન ૦.૨૦ હેકટર થી મહતમ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.  આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ- રૂ. ૩,૩૩,૦૦૦/- ધ્યાને લેવાનો રહેશે. જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર ૪૪૪૪ નંગ રોપા મુજબ મહતમ ખર્ચ- રૂ. ૧,૫૫,૫૪૦/- ધ્યાને લેવાનો રહેશે. પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૨,૪૪,૪૨૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.  જયારે બીજા વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ હેડ રીંગ અથવા ૪૦૦ કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. ૧,૧૧,૧૬૦/- ધ્યાને લેવાનો રહેશે. બીજા વર્ષે હેડ રીંગ/ ટ્રેલીઝીંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૫૫,૫૮૦/-બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
 ખેડૂતોએ પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળુ પ્લાન્ટીગ મટીરીયલ્સ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે.  જે ખેડુતો જોડે પિયત સગવડ ઉપલબ્ધ હશે તેમને લાભ મળવાપાત્ર રહેશે.  જે ખેડુતો કલ્સ્ટરમાં વાવેતર કરશે તો તેમને અગ્રીમતા આપવામાં આવશે.  અરજદારોને જે તે જિલ્લાને ફાળવેલ લક્ષાંકની મર્યાદામાં લાભ મળવાપાત્ર રહેશે.

રાજ્યનો વર્ષ ૨૩-૨૪ નો સંભવિત લક્ષ્યાંક:
HRT-3(અનુસુચિત જનજાતિ માટે )

 યુનિટ કોસ્ટ:- રૂ. ૬,૦૦,૦૦૦/હેકટર  સહાય: અનુ.જન જાતિના ખેડુતને ૭૫% અથવા મહત્તમ રૂ. ૪,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.  લાભાર્થી દિઠ આજીવન ૦.૨૦ હેકટર થી મહતમ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.  આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ- રૂ. ૩,૩૩,૦૦૦/- ધ્યાને લેવાનો રહેશે. જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર ૪૪૪૪ નંગ રોપા મુજબ મહતમ ખર્ચ- રૂ. ૧,૫૫,૫૪૦/- ધ્યાને લેવાનો રહેશે. પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૭૫ ટકા અથવા મહત્તમ રૂ. ૩,૬૬,૬૩૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.  જયારે બીજા વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ હેડ રીંગ અથવા ૪૦૦ કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. ૧,૧૧,૧૬૦/- ધ્યાને લેવાનો રહેશે. બીજા વર્ષે હેડ રીંગ/ ટ્રેલીઝીંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૭૫ ટકા અથવા મહત્તમ રૂ. ૮૩,૩૭૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
 ખેડૂતોએ પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળુ પ્લાન્ટીગ મટીરીયલ્સ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે.  જે ખેડુતો જોડે પિયત સગવડ ઉપલબ્ધ હશે તેમને લાભ મળવાપાત્ર રહેશે.  જે ખેડુતો કલ્સ્ટરમાં વાવેતર કરશે તો તેમને અગ્રીમતા આપવામાં આવશે.  અરજદારોને જે તે જિલ્લાને ફાળવેલ લક્ષાંકની મર્યાદામાં લાભ મળવાપાત્ર રહેશે.

રાજ્યનો વર્ષ ૨૩-૨૪ નો સંભવિત લક્ષ્યાંક:
HRT-4(અનુસુચિત જાતિ માટે )

 યુનિટ કોસ્ટ:- રૂ. ૬,૦૦,૦૦૦/હેકટર  સહાય: અનુ.જાતિના ખેડુતને ૭૫% અથવા મહત્તમ રૂ. ૪,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.  લાભાર્થી દિઠ આજીવન ૦.૨૦ હેકટર થી મહતમ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.  આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ- રૂ. ૩,૩૩,૦૦૦/- ધ્યાને લેવાનો રહેશે. જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર ૪૪૪૪ નંગ રોપા મુજબ મહતમ ખર્ચ- રૂ. ૧,૫૫,૫૪૦/- ધ્યાને લેવાનો રહેશે. પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૭૫ ટકા અથવા મહત્તમ રૂ. ૩,૬૬,૬૩૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.  જયારે બીજા વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ હેડ રીંગ અથવા ૪૦૦ કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. ૧,૧૧,૧૬૦/- ધ્યાને લેવાનો રહેશે. બીજા વર્ષે હેડ રીંગ/ ટ્રેલીઝીંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૭૫ ટકા અથવા મહત્તમ રૂ. ૮૩,૩૭૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
 ખેડૂતોએ પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળુ પ્લાન્ટીગ મટીરીયલ્સ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે.  જે ખેડુતો જોડે પિયત સગવડ ઉપલબ્ધ હશે તેમને લાભ મળવાપાત્ર રહેશે.  જે ખેડુતો કલ્સ્ટરમાં વાવેતર કરશે તો તેમને અગ્રીમતા આપવામાં આવશે.  અરજદારોને જે તે જિલ્લાને ફાળવેલ લક્ષાંકની મર્યાદામાં લાભ મળવાપાત્ર રહેશે.

રાજ્યનો વર્ષ ૨૩-૨૪ નો સંભવિત લક્ષ્યાંક:

અરજી સાથે રજૂ કરવાના થતા ડોક્યુમેન્ટ

ક્રમ

જોડાણ (અરજી સાથે)

1

જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)

2

સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)

3

જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ

4

આધારકાર્ડ ની નકલ

5

બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક

6

વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)


અરજી કરવા અહી ક્લિક કરો

  • અરજી કરવાનો સમયગાળો તા ૨૨/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩ સુધીનો છે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ આપેલ સાધનિક કાગળો આપના જિલ્લાની નાયબ/મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે.
નોંધ- અહી આપેલ માહિતી આઈખેડૂત પોર્ટલ તેમજ અન્ય વેબસાઈટ પરથી મેળવી આપને આપવામાં આવેલ છે જે અમારી જાણ મુજબ સંપૂર્ણ સાચી છે. તેમ છતાં આપે આ માહિતી આઈ ખેડૂત પોર્ટલ પર ચકાસીને અરજી કરવા જણાવવામાં આવે છે. વધુમાં  અહી આપેલ દરેક માહિતીનો ઉપયોગ આપ દ્વારા યોગ્ય નિષ્ણાંતના સૂચનથી કરવા માટે આપને સલાહ આપવામાં આવે છે. આભાર