નમસ્કાર ખેડૂત મિત્રો અને વાચક મિત્રો, કૃષિ અને પશુપાલન એ આપણા દેશના અર્થતંત્રનો પાયો ગણાય છે. આપણો દેશ અને એમાં પણ ખાસ કરીને આપણું ગુજરાત ખેતી બાબતે ખૂબ જ અગ્રેસર રહ્યુ છે. રાજ્યના ખેડૂત મિત્રો પોતાની પાસે રહેલ વ્યવસ્થા અને સરકારી તંત્ર બંનેનો ઉપયોગ કરીને ખેતીની આવક તો વધારે જ છે પણ સાથે સાથે દેશના વિકાસમાં પણ નોંધપાત્ર વિકાસ કરી રહ્યા છે. તેમની સાથે સાથે સરકાર અને કૃષિ વૈજ્ઞાનિકો પણ નવા નવા સંશોધન કરીને ખેડૂતની આવક વધે તે રીતે કાર્ય કરી રહ્યા છે. ગુજરાતમાં આવેલ પાંચ સરકારી કૃષિ યુનિવર્સિટી આ સંશોધન કરવામાં અને તેને ખેડૂત સુધી પહોંચાડવામા ખૂબ જ વખાણવા લાયક કાર્ય કરી રહી છે. પરંતુ તેમ છતાં આ બધી માહિતી ખેડૂતમિત્રો સુધી પહોંચી નથી રહી અથવા તો ઝડપથી નથી પહોચતી. માટે અમારો આ વેબસાઈટ બનાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે ગુજરાતના ખેડૂત ભાઈ બહેનોને વિવિધ સ્ત્રોતો ઉપરથી જરૂરી માહિતી આ એક જ સ્ત્રોત ઉપરથી મળી રહે. વિવિધ સરકારી એજન્સીઓ, યુનિવર્સિટીઓ અને ખાનગી કંપનીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂત મિત્રો દ્વારા કૃષિ ક્ષેત્રે જે જૂના તેમજ નવા સંશોધનો થયા છે તેની આપ સૌને આ વેબસાઈટ ઉપરથી મળી રહે તે અમારો હેતુ છે. આપના મોબાઈલમાં એક ક્લિકથી જ સઘળી જાણકારી આપને મળી રહેશી ત્યારે અમારી આ વેબસાઈટ બનાવવાનો હેતુ જરૂરથી સિદ્ધ થશે. વધુમાં અત્યારે સરકાર દ્વારા ખેતીવાડી, બાગાયત પશુપાલન, મત્સ્યપાલન વગેરે જેવી અનેક ક્ષેત્રે સહાય આપે છે તો આ યોજનાઓની માહિતી ઝડપથી આપના સુધી પહોચે તે અમારો મૂળ ઉદ્દેશ્ય છે.

નોંધ- અહી આપેલ કોઈ જાણકારીમાં કોઈ ભૂલ રહેલ હોય અથવા તો કોઇ કોપીરાઈટ ભંગ જણાય તો અમારો સંપર્ક કરી જાણ કરવા વિનંતી જેથી કરીને અમે અમારી ભૂલ સુધારી શકીએ.

 આભાર

જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન