તા. ૦૮/૦૯/૨૦૨૩ના રોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નારણપુરાકંપા ખાતે આત્મા અને ખેતીવાડી ખાતા દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલિમનું આયોજન કરવામાં આવ્યુ. 

અત્યારે ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતશ્રીની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલિમનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યુ છે. જેમાં દર ૧૦ ગ્રામપંચાયતના ક્લસ્ટર દીઠ દરેક ગામમાં આ તાલિમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.  

 


 

જે મુજબ તારીખ ૦૮/૦૫/૨૦૨૩ ના રોજ નારણપુરાકંપા ખાતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલિમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તાલીમમાં ફાર્મર માસ્ટર ટ્રેનર શ્રી બાબુભાઈ પટેલ દ્વારા ગામના ખેડૂતમિત્રોને ખૂબ જ વિસ્તારથી માહિતી આપવામાં આવી. જેમાં પ્રાકૃતિક ખેતી શા માટે અને તેના ફાયદા, દેશી ગાયના ફાયદા , જમીનની ફળદ્રુપતા વધારવાની રીત, પ્રાકૃતિક ખેતીની પર્યાવરણ અને માનવજીવન પર અસર, રાસાયણિક ખેતીના કારણે માનવજીવનને થતાં નુકશાન વગેરેની ખૂબ જ ઉંડાણપૂર્વક માહિતી આપવામાં આવી. સાથે સાથે પ્રાકૃતિક ખેતીના જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને વાફસા વગેરેની પણ ઉંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી. આ તાલીમ ઉપરાંત ગ્રમસેવકશ્રી આર. પી. ચૌહાણ દ્વારા ખેડૂતમિત્રોની યોજનાકીય પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યુ હતુ. 

આપના વિસ્તારના ખેતીવાડીના વિવિધ સમાચાર મોકલવા માટે  gujaratimahitibhandar@gmail.com પર અમને  ઈમેઈલ માં માહિતી આપવી.

નોંધ- અહી આપેલ સમાચાર વિવિધ સ્ત્રોત પરથી મેળવી આપને આપવામાં આવેલ છે જે અમારી જાણ મુજબ સંપૂર્ણ સાચી છે. તેમ છતાં આપને જો આ બાબતે કઇ વાંધો હોય તો અમને  પર મેઈલ કરીને જાણકારી આપવી. આભાર