ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ યોજનાઓ online portal ચાલે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal પર યોજનાઓ ચાલે છે, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan ચાલે છે. વધુમાં ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ e-kutirPortal પર ચાલે છે. આજે આ આર્ટિકલ દ્વારા તાજેતરમાં ikhedut પર વર્ષ ૨૦૨૩-૨૪ માટે ચાલુ કરવામાં આવેલી બાગાયતી વિભાગની  યોજનાઓની માહિતી આપીશું.




            રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ikhedut Portal પર વિવિધ પ્રકારની યોજનાઓ ચાલે છે. જેવી કે ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજનાઓ તથા બાગાયતી વિભાગ વગેરે ચાલે છે. આઈ ખેડૂત પોર્ટલ પર તાજેતરમાં વિભાગ દ્વારા બાગાયતી યોજના ગુજરાત ૨૦૨૩-૨૪ ચાલુ કરેલ છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટે ૭૪ થી વધુ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે તારીખ 31 મે સુધીમાં લાભ લેવા ખેડૂતોને અનુરોધ સરકારશ્રીએ કર્યો છે.



Highlight Point Of Bagayati Yojana List 2023

આર્ટિકલનું નામ

બાગાયતી યોજનાઓની યાદી 2023

બાગયાતી વિભાગનો ઉદ્દેશ્ય

બાગાયતી પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય

વિભાગનું નામ

કૃષિખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત

અરજી કરવાનો પ્રકાર

Online

અધિકૃત વેબસાઈટ

https://ikhedut.gujarat.gov.in/

 અરજી કરવાની છેલ્લી તારીખ

31 મે 2023



બાગાયતી યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

        Bagayati Yojana Gujarat 2023 હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે નીચેની મુજબની પાત્રતા નક્કિ થયેલી છે.

  • ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
  • નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા I khedut portal પરથી Online Arji કરવાની હોય છે.

કાચા મંડપ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ માટે સહાય

HRT-2

આ કાર્યક્રમ હેઠળ બહુવર્ષાયુ ફળઝાડ વાવેતર, પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, GAP CERTIFICATION, પ્લાસ્ટીક આવરણ જેવા ઘટકોમાં સહાય મળવાપાત્ર રહેશે. બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય- • યુનિટ કોસ્ટ: રૂ. ૬૦.૦૦ લાખની મર્યાદામાં પિયતના સાધનો યુનિટ કોસ્ટ : રૂ. ૨.૫૦ લાખ ની મર્યાદામાં બાગાયત યાંત્રીકરણ- યુનિટ કોસ્ટ: રૂ. ૧૫.૦૦ લાખની મર્યાદામાં બાગાયતી માળખાકીય સુવિધાઓ (પેકહાઉસ / લેબર રૂમ / સ્ટોર રૂમ )- યુનિટ કોસ્ટ: રૂ. ૧૦.૦૦ લાખની મર્યાદામાં વર્મી કંમ્પોસ્ટ યુનિટ - યુનિટ કોસ્ટ:- રૂ. ૪.૨૦ લાખની મર્યાદામાં પ્લાસ્ટીક આવરણ - યુનિટ કોસ્ટ: રૂ. ૫.૩૦ લાખની મર્યાદામાં ( રૂ. ૩૨૦૦૦/- પ્રતિ હેક્ટર ) • સામાન્ય (વ્યક્તિગત) ખેડૂત/ રજીસ્ટર્ડ ટ્રસ્ટને ખર્ચના ૫૦% સહાય મળવાપાત્ર રહેશે. તેમજ FPO, FPC, સહકારી મંડળીના સભાસદો બહુવર્ષાયુ ફળપાકનું વાવેતર સામૂહિક રીતે કરે તો તેને ખર્ચના ૭૫% મુજબ સહાય મળવાપાત્ર રહેશે. • બાગાયત યાંત્રીકરણ માટે સહાયનું ધોરણ બાગાયત અને ખેતી ખાતા હસ્તકની યોજનાઓમાં મળવાપાત્ર સહાયનાં ધોરણો મુજબ સહાય મળવાપાત્ર રહેશે
આ કાર્યક્રમ હેઠળ વ્યકતિગત ખેડુત તથા ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ માટે ઓછામાં ઓછા ૨.૦૦ હે તથા મહત્તમ ૪.૦૦ હેકટરની મર્યાદામાં તેમજ FPO, FPC, સહકારી મંડળી ના સભાસદોના કિસ્સામાં ઓછામાં ઓછા ૨.૦૦ હે તથા મહત્તમ ૫૦.૦૦ હે. સુધીના વાવેતર માટે સહાય આપવામાં આવશે. તેમજ બહુવર્ષાયુ ફળઝાડના વાવેતર ઘટક સાથે પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, GAP CERTIFICATION, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા અન્ય બે ઘટકો નો પ્રોજેક્ટમાં સમાવેશ કરી અમલ કરવાનો રહેશે. • FPO, FPC તથા સહકારી મંડળીના સભાસદો આ કાર્યક્રમ હેઠળ ઓછામાં ઓછા પાંચ ખેડૂત લાભાર્થીઓનો પ્રોજેક્ટમાં સમાવેશ કરી પ્રોજેક્ટ રજુ કરવાનો રહેશે. • પ્રોજેક્ટ બેઝ દરખાસ્ત યોજનાના નોમ્સ મુજબ મહત્તમ રૂ. ૧૦૦.૦૦ લાખ સુધીની રજુ કરવાની રહેશે.

રાજ્યનો વર્ષ ૨૩-૨૪ નો સંભવિત લક્ષ્યાંક:
HRT-3(અનુસુચિત જનજાતિ માટે )

આ કાર્યક્રમ હેઠળ બહુવર્ષાયુ ફળઝાડ વાવેતર, પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, GAP CERTIFICATION, પ્લાસ્ટીક આવરણ જેવા ઘટકોમાં સહાય મળવાપાત્ર રહેશે. બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય- • યુનિટ કોસ્ટ: રૂ. ૬૦.૦૦ લાખની મર્યાદામાં પિયતના સાધનો યુનિટ કોસ્ટ : રૂ. ૨.૫૦ લાખ ની મર્યાદામાં બાગાયત યાંત્રીકરણ- યુનિટ કોસ્ટ: રૂ. ૧૫.૦૦ લાખની મર્યાદામાં બાગાયતી માળખાકીય સુવિધાઓ (પેકહાઉસ / લેબર રૂમ / સ્ટોર રૂમ )- યુનિટ કોસ્ટ: રૂ. ૧૦.૦૦ લાખની મર્યાદામાં વર્મી કંમ્પોસ્ટ યુનિટ - યુનિટ કોસ્ટ:- રૂ. ૪.૨૦ લાખની મર્યાદામાં પ્લાસ્ટીક આવરણ - યુનિટ કોસ્ટ: રૂ. ૫.૩૦ લાખની મર્યાદામાં ( રૂ. ૩૨૦૦૦/- પ્રતિ હેક્ટર ) • અનુ. જન જાતિના (વ્યક્તિગત) ખેડૂત/ ખેતીલાયક જમીન ધારણ કરેલ અનુ. જન જાતિનું રજીસ્ટર્ડ ટ્રસ્ટ તેમજ FPO, FPC, સહકારી મંડળીના સભાસદો સામૂહિક રીતે બહુવર્ષાયુ ફળપાકની ખેતી કરે તો તેઓને ખર્ચના ૭૫% મુજબ સહાય મળવાપાત્ર રહેશે.• બાગાયત યાંત્રીકરણ માટે સહાયનું ધોરણ બાગાયત અને ખેતી ખાતા હસ્તકની યોજનાઓમાં મળવાપાત્ર સહાયનાં ધોરણો મુજબ સહાય મળવાપાત્ર રહેશે
આ કાર્યક્રમ હેઠળ વ્યકતિગત ખેડુત તથા ખેતી લાયક જમીન ધારણ કરેલ અનુ. જન જાતિના રજીસ્ટર્ડ ટ્રસ્ટ માટે ઓછામાં ઓછા ૨.૦૦ હે તથા મહત્તમ ૪.૦૦ હેકટરની મર્યાદામાં તેમજ FPO, FPC, સહકારી મંડળી ના સભાસદોના કિસ્સામાં ઓછામાં ઓછા ૨.૦૦ હે તથા મહત્તમ ૫૦.૦૦ હે. સુધીના વાવેતર માટે સહાય આપવામાં આવશે. તેમજ બહુવર્ષાયુ ફળઝાડના વાવેતર ઘટક સાથે પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, GAP CERTIFICATION, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા અન્ય બે ઘટકો નો પ્રોજેક્ટમાં સમાવેશ કરી અમલ કરવાનો રહેશે. • FPO, FPC તથા સહકારી મંડળીના સભાસદો આ કાર્યક્રમ હેઠળ ઓછામાં ઓછા પાંચ ખેડૂત લાભાર્થીઓનો પ્રોજેક્ટમાં સમાવેશ કરી પ્રોજેક્ટ રજુ કરવાનો રહેશે. • પ્રોજેક્ટ બેઝ દરખાસ્ત યોજનાના નોમ્સ મુજબ મહત્તમ રૂ. ૧૦૦.૦૦ લાખ સુધીની રજુ કરવાની રહેશે.

રાજ્યનો વર્ષ ૨૩-૨૪ નો સંભવિત લક્ષ્યાંક:
HRT-4(અનુસુચિત જાતિ માટે )

આ કાર્યક્રમ હેઠળ બહુવર્ષાયુ ફળઝાડ વાવેતર, પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, GAP CERTIFICATION, પ્લાસ્ટીક આવરણ જેવા ઘટકોમાં સહાય મળવાપાત્ર રહેશે. બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય- • યુનિટ કોસ્ટ: રૂ. ૬૦.૦૦ લાખની મર્યાદામાં પિયતના સાધનો યુનિટ કોસ્ટ : રૂ. ૨.૫૦ લાખ ની મર્યાદામાં બાગાયત યાંત્રીકરણ- યુનિટ કોસ્ટ: રૂ. ૧૫.૦૦ લાખની મર્યાદામાં બાગાયતી માળખાકીય સુવિધાઓ (પેકહાઉસ / લેબર રૂમ / સ્ટોર રૂમ )- યુનિટ કોસ્ટ: રૂ. ૧૦.૦૦ લાખની મર્યાદામાં વર્મી કંમ્પોસ્ટ યુનિટ - યુનિટ કોસ્ટ:- રૂ. ૪.૨૦ લાખની મર્યાદામાં પ્લાસ્ટીક આવરણ - યુનિટ કોસ્ટ: રૂ. ૫.૩૦ લાખની મર્યાદામાં ( રૂ. ૩૨૦૦૦/- પ્રતિ હેક્ટર ) • અનુ. જાતિના (વ્યક્તિગત) ખેડૂત/ ખેતીલાયક જમીન ધારણ કરેલ અનુ. જાતિનું રજીસ્ટર્ડ ટ્રસ્ટ તેમજ FPO, FPC, સહકારી મંડળીના સભાસદો સામૂહિક રીતે બહુવર્ષાયુ ફળપાકની ખેતી કરે તો તેઓને ખર્ચના ૭૫% મુજબ સહાય મળવાપાત્ર રહેશે.• બાગાયત યાંત્રીકરણ માટે સહાયનું ધોરણ બાગાયત અને ખેતી ખાતા હસ્તકની યોજનાઓમાં મળવાપાત્ર સહાયનાં ધોરણો મુજબ સહાય મળવાપાત્ર રહેશે
આ કાર્યક્રમ હેઠળ વ્યકતિગત ખેડુત તથા ખેતી લાયક જમીન ધારણ કરેલ અનુ. જાતિના રજીસ્ટર્ડ ટ્રસ્ટ માટે ઓછામાં ઓછા ૨.૦૦ હે તથા મહત્તમ ૪.૦૦ હેકટરની મર્યાદામાં તેમજ FPO, FPC, સહકારી મંડળી ના સભાસદોના કિસ્સામાં ઓછામાં ઓછા ૨.૦૦ હે તથા મહત્તમ ૫૦.૦૦ હે. સુધીના વાવેતર માટે સહાય આપવામાં આવશે. તેમજ બહુવર્ષાયુ ફળઝાડના વાવેતર ઘટક સાથે પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, GAP CERTIFICATION, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા અન્ય બે ઘટકો નો પ્રોજેક્ટમાં સમાવેશ કરી અમલ કરવાનો રહેશે. • FPO, FPC તથા સહકારી મંડળીના સભાસદો આ કાર્યક્રમ હેઠળ ઓછામાં ઓછા પાંચ ખેડૂત લાભાર્થીઓનો પ્રોજેક્ટમાં સમાવેશ કરી પ્રોજેક્ટ રજુ કરવાનો રહેશે. • પ્રોજેક્ટ બેઝ દરખાસ્ત યોજનાના નોમ્સ મુજબ મહત્તમ રૂ. ૧૦૦.૦૦ લાખ સુધીની રજુ કરવાની રહેશે.

રાજ્યનો વર્ષ ૨૩-૨૪ નો સંભવિત લક્ષ્યાંક:

અરજી સાથે રજૂ કરવાના થતા ડોક્યુમેન્ટ

ક્રમ

જોડાણ (અરજી સાથે)

1

જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)

2

સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)

3

જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ

4

આધારકાર્ડ ની નકલ

5

બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક

6

વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)


અરજી કરવા અહી ક્લિક કરો

  • અરજી કરવાનો સમયગાળો તા ૨૨/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩ સુધીનો છે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ આપેલ સાધનિક કાગળો આપના જિલ્લાની નાયબ/મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે.
નોંધ- અહી આપેલ માહિતી આઈખેડૂત પોર્ટલ તેમજ અન્ય વેબસાઈટ પરથી મેળવી આપને આપવામાં આવેલ છે જે અમારી જાણ મુજબ સંપૂર્ણ સાચી છે. તેમ છતાં આપે આ માહિતી આઈ ખેડૂત પોર્ટલ પર ચકાસીને અરજી કરવા જણાવવામાં આવે છે. વધુમાં  અહી આપેલ દરેક માહિતીનો ઉપયોગ આપ દ્વારા યોગ્ય નિષ્ણાંતના સૂચનથી કરવા માટે આપને સલાહ આપવામાં આવે છે. આભાર